પોરબંદર, શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળા, હોળી ચકલો, ખારવાવાડ, પોરબંદર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ બાલવાટિકા તથા ધોરણ 1 થી 8માં નવું પ્રવેશ (એડમિશન) મેળવનાર વિદ્યાર્થિનીઓ તથા વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકશ્રી જીજ્ઞેશભાઈ ચુડાસમા તરફથી નિ:શુલ્ક આઈ-કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પરિવારના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. આઈ-કાર્ડ મેળવીને નવપ્રવેશિત વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
No comments:
Post a Comment