Monday, January 26, 2026

શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળામાં 77માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસભેર ઊજવણી

શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળામાં 77માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસભેર ઊજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત “દીકરીના પ્રણામ દેશને” અભિયાન અંતર્ગત દીકરીના હસ્તે ધ્વજવંદનથી કરવામાં આવી હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ સાથે ગામમાં જે ઘરમાં દીકરીનો જન્મ થયો હોય તેવા પરિવારોની માતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મહેમાનોનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ પર સ્પીચ તથા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ તાલીમ અંતર્ગત કરાટે પ્રદર્શન તેમજ “એક ભારત શ્રેષ્ઠ ભારત” કાર્યક્રમ અંતર્ગત છત્તીસગઢ લોકનૃત્યો અને માનવ પિરામિડ રજૂ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ પ્રસંગે એસ.એમ.સી. સભ્યો તથા વાલી મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે તમામ બાળકોને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દેશપ્રેમ, સંસ્કાર અને દીકરી સન્માનના સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

No comments:

Post a Comment

શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળામાં 77માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસભેર ઊજવણી

શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળામાં 77માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસભેર ઊજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત “દીકરીના પ્રણામ દેશને” અભિયા...