કહેવતો, જાણવાજેવું, જોડકણાં
કહેવતો
:~> મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે -
સાચી વસ્તુને જાહેરાતની જરૂર
નથી હોતી.
:~> મોર વગડામાં નાચ્યો કોણે જાણ્યો !
- સાચી સાબિતીનો અભાવ.
:~> ભેંસ આગળ ભાગવત - અણસમજુને ઉપદેશ
આપવો નકામો.
:~> તેજીને ટકોરાને ગધેડાને ડફણાં -
બુદ્ધિશાળી સંકેતથી સમજે ને મૂર્ખ માટે
માથાકૂટ કરવી પડે છે.
:~> કીડીને કણ ને હાથીને મણ -
જેટલી જેની જરૂરિયાત તે પ્રમાણે
મળી રહે છે.
:~> ભસતાં કૂતરાં ભાગ્યે જ કરડે -
લાંબી લાંબી વાતો કરનારથી કંઇ થઇ
શકતું નથી.
:~> કાગડો ઊડે તે જગ દેખે - ખરાબ
કાર્યની પ્રસિદ્ધિ જલદી પ્રસરી જાય
છે.
:~> કાગને બેસવું ને ડાળને ભાંગવું - કાર્ય
નિયતિ મુજબ થવાનું હોય છતા બહાનારૂપ
થવું.
:~> કીધે કુંભાર ગધેડે ન ચડે - માણસને ઘણું
સમજાવવા છતાં યોગ્ય વસ્તુ ન સમજે.
:~> વાંદરો ઘરડો થાય પણ
ઠેકડા મારવાનું ન ભૂલે - માણસની વય
બદલે પણ લક્ષણોમાં ખાસ બદલાવ ન આવે.
:~> નાનું પણ નાગનું બચ્ચું ~ ઉંમર કે કદ
નાનું પણ શક્તિ વધું. :~>
પટેલની ઘોડી પાદર સુધી ~ મર્યાદિત
વિસ્તારમાં જ શક્તિમાન હોવું.
:~> ગામનું કૂતરુ પણ વ્હાલું ~
પોતાના ગામની વસ્તુ પ્રત્યે સ્નેહભાવ.
:~> ઊંટના અઢારેય વાંકાં ~ બધાં જ
અપલક્ષણો હોવાં.
:~> દુઝણી ગાયની લાત પણ સારી ~
ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા.
:~> ગરજે ગધેડાને બાપ કહેવો પડે ~ ગરજ
હોય ત્યારે અયોગ્ય વ્યક્તિને પણ માન
આપવું પડે.
:~> લાકડી ભાંગે નહિ ને સાપ મરી જાય
~ નુકસાન વગર કામ થઇ જાય. :~>
ઘરકી મુર્ગી દાલ કે બરાબર ~
ઘરની વ્યક્તિની કોઇ કદર કરતુ નથી.
:~> સિંહનાં ટોળાં ન હોય ~ બહાદુર
માણસ એકલો જ હોય છે.
:~> તમારે કૂકડે સવાર ~ તમે જેમ
કહો તેમ.
:~> છછુંદરનાં છયે સરખાં ~
એકેયમાં સારો ગુણ ન હોવો.
:~> પાડાને વાંકે પખાલીને ડામ ~ વાંક
કોઇનો ને સજા બીજાને.
:~> ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે
કર્યા કાંઠલા ~ પ્રતિકૂળતાને
નિરખવા માટે યુક્તિ કરવી.
:~> કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં ~ શેઠ
કરતાં વાણોતર માથું મારે.
:~> કૂતરાંનો સંઘ કાશીએ ન પહોંચે ~
લડાઇ કરનારા કદી સફળતા ન
મેળવી શકે. :~> ગંજીનો કૂતરો ખાય
નહિ કે ખાવા દે નહિ ~ અદેખો સ્વભાવ.
:~> ગાયને દોહીને કૂતરાને પાવું ~
મહેનતથી મેળવેલું વેડફી નાખવું. :~>
ઘો મારવાની થાય ત્યારે અવળા વાડે
જાય ~ વિનાશ થવાનો હોય ત્યારે
અવળી બુદ્ધિ સુઝે.
:~> ઘરડી ઘોડી ને લાલ લગામ ~ ઘરડે
ઘડપણ શોખ હોવા.
:~> ઘાણીનો બળદ ઠેર ના ઠેર ~ વૈતરુ
કરનાર ઊંચે ન આવે.
:~> ચકલી નાની ને ફેડકો મોટો ~
ગજા ઉપરાંતની વાત કરવી.
:~> ધરમની ગાયના દાંત ના જોવાય ~
મફત મેળવેલી વસ્તુઓનો દોષ ન જોવાય.
:~> બકરું કાઢતા ઊંટ પેસે ~ નાનું વિધ્ન
દૂર કરવા જતાં મોટું વિધ્ન આવી પડે.
:~> મારવો તો મીર ને
હણવો તો હાથી ~ લાભ મેળવવો હોય
તો પછી મોટો જ મેળવાય.
:~> મેરી બિલ્લી મુજ કો મ્યાઉં ~ જેને
આશરો આપ્યો હોય તે જ બેવફાઇ કરે.
:~> વાંદરો કૂદે ખીલાના જોરે ~ માણસ
મોટે ભાગે બીજાની મદદથી જ જોર
કરતો હોય છે.
:~> ઊંટ મરે ત્યારે મારવાડ સામે જુએ ~
જેનું દિલ જ્યાં લાગેલું હોય તેનું સ્મરણ
થાય.
:~> ઊંટ મેલે આકડો ને બકરી મેલે કાંકરો ~
બધા તમામ વસ્તુ ન ખાય એક વસ્તુ
તો છોડે જ.
:~> કાગડાનું શ્રાદ્ધ સોળે દહાડા ~
સ્વમાન વગર જીવનારને
બધા દિલસો સરખા હોય છે.
:~> કૂકડીનું મોં ઢેફલેથી રાજી ~
નાના માણસોને થોડેથી સંતોષી શકાય.
* અભિમાન રાજા રાવણનુંય રહ્યું નથી.
* અક્કરમીનો પડિયો કાણો.
(જેનાં નસીબ વાંકા હોય
તેના હાથમાં સાધન પણ એવાં જ આવે છે
બિચારાનુ કોઈ કામ થાય જ નહી.)
* અધુરો ઘડો છલકાય ઘણો.
* અપના હાથ જગન્નાથ.
* અંતે ધર્મો જય , પાપો ક્ષય.
* અન્ન તેનું પૂણ્ય અને રાંધનારીને ધૂમાડો .
* અન્ન એવો ઓડકાર.
* અતિની ગતિ નહીં.
* અક્કલ ઉધાર ન મળે.
* અક્કલનો ઓથમીર
મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર .
* આપત્તિ તો કસોટી છે.
* આપ્યું વાણીએ ને ખાધું પ્રાણીએ.
* આપ ભલા તો જગ ભલા.
* આપશો તેવું પામશો.
* આપીને માગે તેની અક્કલ જાય આઘે .
* આપવાનાં કાટલાં જુદા ને લેવાનાં જુદા.
* આપે તે સુંવાળો, ને બીજે કાખનો મુંવાળો.
* આપ મુવા વગર સ્વર્ગે ન જવાય.
* આપ સમાન બળ નહિ, ને મેઘ સમાન જળ
નહિ.
* આપ મૂઆ પછી ડૂબી ગઈ દુનિયા.
* આપ સુખી તો જગ સુખી.
* આભાસથીય સરી જવાય છે,
પડછાયો બની ન આવો, ઝાકળ સમ
જીવી લઇશુ, સવારની ક્ષણો લઇ આવો.
* આગ લાગે ત્યારે કુવો ન ખોદાય.
* આપ સમાન બળ નહિ.
* આણુ કરવા ગયો ને વહુને ભૂલી આવ્યો.
* આવડે નહી ઘેઁશ ને રાઁધવા પેસ.
* આગળ ઉલાર નહી અને પાછળ ધરાર નહી
* ઈશ્વર જે કરે તે સારા કાજે.
* ઈશ્વર મોત કાંઇ પોતાને માથે
લેતો નથી.
* ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હલતું
નથી.
* ઉકરડાને વધતાં વાર શી?
* ઉજળું એટલું દુધ નહિ.
* ઉજળે લુગડે ડાઘ બેસે.
* ઉઠ પ્હાણા પગ પર.
* ઉઠ રે વહુ વિસામો ખા હું કાંતુ ને તું
દળવા જા.
* ઉતર્યો અમલદાર કોડીનો.
* ઉજ્જડ ગામે એરંડો પ્રધાન.
* ઉલાળિયું કરવું ( ધંધામાં ખોટ
થયાની વાત ફેલાવીને ફરાર થઈ જવુ )
* ઇશ્વર જ સર્વ શ્રેષ્ઠ છે.
* સાચાને સાચવનાર ઇશ્વર.
* ઉકલ્યો કોયડો કોડીનો ઉતાવળે
આંબા ન પાકે
* કુંડુ કથરોટને ન નડે.
* કપાળે કપાળે જુદી મતિ.
* કીડીને કણ ને હાથીને મણ.
* કરમમાં ન હોય કોઠાં તો શાનાં મળે
ઓઠાં.
* કડવુ ઓસડ માતા જ પાય.
( કડવી શિખામણ હિતેચ્છુ જ આપે )
* કાગા વહાલુ કુંભજળ, સ્ત્રીને
વહાલી વાત,બ્રામ્હણને ભોજન ભલુ,
ગદ્દા વહાલી લાત, મુંડ મુંડાવે તીન ગુણ,
મિટે સીરકી ખાજ, ખાનેકું લડ્ડુ મિલે, લોક
કહે મહારાજ.
* કુતરાની પુછડી વાકી ને વાકી.
* કાગડો દહીંથરુ લઈ ગયો.
* કાચળિયું સગપણ સાચું જમણમાં લાડૂ ને
સગપણમાં સાટું.
* ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તૈલી.
* કુતરુ કાઢતા બિલાડુ પેઠુ; બકરુ
કાઢતા ઊંટ પેઠુ.
* કેડ માં છોકરુ ને ગામ માં ઢિંઢોરો.
* કુવામાં હોય તો હવાડા માં આવે.
* કાળો અક્ષર ભેંસ બરાબર.
* કરવો હતો કંસાર અને થઇ ગઇ થુલી.
* ખાળે ડુચાને દરવાજા ઉઘાડા.
* ખેડ ખાતર ને પાણી, ધનને લાવે તાણી.
* ખાય ઇ ખમે.
* ગૉળ અંધારે ખાધો તોય ગળ્યો અને
અજવાળે ખાધો તોય ગળ્યો.
* ગાજ્યાં મેઘ વરસે નહી ને
ભસ્યાં કુતરાં કરડે નહી.
* ગામ હોય ત્યાં ઉકરડો હોયજ.
* ગામમાં પેસવાના ફાંફા અને પટેલને ઘેર
ઊના પાણી.
* ઘોડે સ્વારી કરતો બાપ મરજો, પણ
દળણા દળતી મા ન મરજો.
* ઘેર ઘેર માટીના ચૂલા.
* ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે
જાય.
* ચોર ને કહે ચોરી કર અને ઘરધણીને કહે
જાગતો રહેજે.
* જાનમાં કોઇ જાણે નહીં ને વરની ફોઇ
હું.
* જીભને હોઠથી છેટુ.
* જંગ જીત્યો રે મારો કાણીયો, જબ બહુ
ચલે તબ જાણીયો
* જંપનો પૈસો ન હોવો.
* જેવો દેશ તેવો વેશ.
* જેવો સંગ તેવો રંગ.
* જેની લાઠી એની ભેંસ.
* જેવું વાવો તેવુ લણો.
* જેવી દૃષ્ટી તેવી શૃષ્ટી.
* ઝાઝા રસોઇયા રસોઇ બગાડે.
* ઝાઝા હાથ રળીયામણા.
* ઝાઝા હાથ રળીયામણા અને
ઝાઝા મોઢા અદીઠ.
જાણવાજેવું
~> ઉંદર ઊંટ કરતાં પણ વધું
દિવસો સુંધી પાણી વગર ચલાવી શકે છે.
~> જંગલી પ્રાણીમાં ફક્ત હાથીને જ ઊંધે
માથે ઊભા રહેવાની તાલીમ આપી શકાય
છે.
~> ગોકળગાય બ્લેડ કે તલવારની ધાર પર
ઇજા પામ્યા વગર ચાલી શકે છે !
~> એવરેસ્ટથી પણ ઊંચો ૧૦૦૪૩મી. પર્વત
' મોનોકોઆ ' સમુદ્રમાં આવેલો છે !
~> ફિલિપાઇન્સનિ ' બોયા '
ચકલી પોતાના માળામાં આગિયા મૂકે છે,
જેથી માળો રાત્રે ચમકે !
~> જન્મથી જ અંધ હોય તેને
સ્વપ્નમાં દ્રશ્યોને બદલે અવાજ જ આવે છે !
~> દુનિયામાં સૌથી ઊંચું પ્રાણી જિરાફ
છે, જે ૧.૫મી ઊંચું હોઇ શકે !
~> તિબેટમાં મહેમાનોનું સ્વાગત જીભ
બહાર કાઢીને કરવામાં આવે છે !
~> અરબી ભાષામાં ઊંટને માટે એક
હજારથી પણ વધારે શબ્દો છે !
~> એક સાદી પેન્સિલથી ૬૦ કી.મી.
લાંબી લીટી દોરી શકાય છે !
~> માણસની ખોપરીમાં ૨૨ હાડકાં છે,
એક જ જડબાનો સાંધો ચાલે છે ! તે ન ચાલે
તો ? ન વાત કરી શકાય, ન છીંક કે
બગાસું પણ ખાઇ શકાય !
~> આંખો ખુલ્લી રાખી તમે છીંક ન ખાઇ
શકો !
~> માણસની આંખ ૧૭૦૦૦ જેટલા અલગ અલગ
રંગોને ઓળખી શકે છે !
~> આપણે લગભગ દર છ સેકંડે
આંખો પટપટાવીએ છીએ !
~> એલ્બેટ્રોસ નામનું પંખી એક પણ વખત
પાંખો ફફડાવ્યા વિના
આખો દિવસ ઊડી શકે ! અને મર્મર (હમિંગ
બર્ડ) એક મિનિટમાં ૪૦૦૦ વખત
પાંખો ફફડાવે છે !
~> અંગ્રેજી ભાષામાં E સૌથી વધુ વખત
અને Q સૌથી ઓછી વખત વપરાય છે.
~> સૂર્ય પૃથ્વીથી ૩,૩૦,૦૦૦ ગણો ભારે
છે.
~> રેશમનો કીડો ૫૬
દિવસમાં પોતાના વજન કરતાં ૩૬,૦૦૦
ગણું ખાઇ જાય છે.
~> કીડી પોતાના કરતાં ૫૦ ગણું વજન
ઊંચકી શકે છે અને ૩૦૦ ગણું વજન ખેંચી શકે !
~> નેપોલીયન બિલાડીઓથી બહુ ડરતો !
~> સાપને કાન નથી, આંખો છે, પરંતુ બે
ફાંટાવાળી જીભ વડે જ
આસપાસની વસ્તુની જાણકારી મેળવે છે.
ચાવવાના દાંત નથી, પણ શિકારીને
પકડવાના દાંત હોય છે.
~> લીમડાના એક વૃક્ષનું આયુષ્ય ૧૫૦
થી ૨૦૦ વર્ષનું ગણાય છે.
~> લીમડો ભારતમાં સર્વત્ર થાય છે.
લીમડો ભારતમાં ૬૦૦૦ ફૂટ
નીચાણવાળા પ્રદેશોમાં અને છેક
ઉત્તરથી માંડી કન્યાકુમારી સુધી બધે
થાય છે.
~> લીલું સોનું ગણાતા લીમડાના એક
વૃક્ષમાંથી દર વર્ષે લગભગ ૩૦ થી ૫૦
કિલો ગ્રામ લીંબોળી પ્રાપ્ત થાય છે.
~> દુનિયામાં લીમડો આજે પશ્ચિમ
આફ્રિકા, અમેરિકા, આરબદેશો અને
ઑસ્ટ્રેલિયા દેશોમાં પણ ખૂબ
મોટા પ્રમાણમાં વવાય છે.
~> લીમડાના ઝાડ ઉપર તીડ
કદી હુમલો કરી, તેનો નાશ
કરી શકતા નથી.
જોડકણાં
:~> જોડ જોડ જોડકણાં
બોલ બોલ બોલકણાં
બોલકણાંના રાતાં બી
જોડકણાં શીખવાં આવો જી.. .
:~> વાઘ કેરી હું છું માસી
ઘરના ખુણે રહેતી બેસી,
ઉંદર જાય જો ઘરમાં પેસી
કરતી તેની ઐસી તૈસી ~ બિલાડી
:~> કાળો છું રે કાળો છું
કા..... કા.... કરતો ઉડું છું,
એક આંખે કાણો છું
ને સફાઇનું કામ કરુ છું. ~ કાગડો
:~> હૂપ....હૂપ... કરતો હું આવ્યો
ડાળી, મકાન કૂદતો આવ્યો,
મગન કાકાનો રોટલો લાવ્યો,
એ તો મને જરી ના ભાવ્યો. ~ વાંદરો
:~> મોતીયો, ડાગીયો મારુ નામ
રહેઠાણ મારુ આખું ગામ,
રક્ષણ કરવું મારુ કામ
તોય માંગું ના એકે દામ. ~ કૂતરો
:~> હું તો કરતો ચૂં....ચૂં...ચૂં...
નામ છે મારુ શું...શું...શું...
ભાળી જાઉં મીની માસી
થઇ જાતો હું છું...છું...છું... ~ ઉંદર
:~> પોચું પોચું ધોળું ધોળું
આમ દોડું તેમ દોડું,
જો કોઇને આવતાં ભાળું
ચાર પગે દોટ કાઢું ~ સસલું
:~> આંખ છે પણ આંધળી છું,
પગ છે પણ લંગડી છું,
મોઢું છે પણ મૌન છું,
બોલો, હું કોણ છું ? ~ ઢીંગલી
:~> ચાંપ દબાવો જગ ઢંઢોળે,
'ઉંદર' સંગે બારીઓ ખોલે,
તમે ભલે માનો ન માનો,
આવ્યો છે એનો જ જમાનો. ~ કમ્પ્યુટર
:~> કોલસે સળગતી એને દીઠી,
ચોમાસે લાગે તે મીઠી,
એની છે અનેરી વાત,
દેખાવે લાગે તે દાંત. ~ મકાઇ
:~> નર બત્રીસ અને એક છે નારી,
જુઓ જગતમાં છે બધે સૌની પ્યારી,
કહો કરીએ મનમાં પુરો વિચાર,
મરે પહેલા નર અને જીવે નાર. ~ જીભ
:~> હાથમાં એ તો લાગે નાનો,
પણ દુનિયાનો તે ખજાનો,
હોય પાસે તો વટ પડે,
વારંવાર 'હલો' તે કહે. ~ મોબાઇલ
:~> મારે ટોડલે બેસે છે,
ટેહુંક ટેહુંક કરતો ભાઇ,
ઠૂમક...ઠૂમક.કળા કરે,
કલગીવાળો એ છે ભાઇ. ~ મોર
:~> કલબલ એ તો કરતી જાય,
ઠૂમકા મારે એ તો ભાઇ,
ચાલે એ તો ધીમી ચાલ,
નાના પરીવારની એ જાત. ~ કાબર
:~> રંગે એ તો કાળી છે,
બોલી સુમધુર એની ભાઇ,
કાગડાની તો દુશ્મન એ,
કુઉ..કુઉ..બોલે એ તો ભાઇ. ~ કોયલ
:~> એક પગે રામનામ જપે,
જગ એને ઠગ ભગત કહે,
નદી સરોવરે માછલી પકડે,
રંગે ધોળા એ છે ભાઇ. ~ બગલો
:~> ભલું ને એ છે ભોળું,
શાંતિદુત બનતું એ તો ભાઇ,
ઘૂ.....ઘૂ....ઘૂ....કરતું એ,
સંદેશા વાહક બનતુ એ તો. ~ કબૂતર
:~> લુચ્ચો ને છે કાળો,
કા...કા... બોલીવાળો,
એંઠવાડ એ તો સાફ કરે,
શ્રાદ્ધમાં એ હર ઘરે ફરે. ~ કાગડો
:~> પરોઢિયે એ તો બોલે છે,
સર્વેની નિદ્રા ભગાડે ભાઇ,
માથે એને કલગી સુંદર,
કૂકડે કૂક એ બોલતો ભાઇ. ~ કૂકડો
:~> ગળે કાંઠલો કાળો છે,
બહું રંગે એ લીલો છે ભાઇ,
લાલ ચાંચવાળો છે,
મરચાં એ બહું ખાય છે ભાઇ. ~ પોપટ
:~> ટહુકતી એ આંબા ડાળે,
બચ્ચાં ઉછેરતી કાગના માળે,
કાળા રંગે બહું કામણગારી,
મીઠાં ગીત ગાતી અલગારી. ~ કોયલ
:~> એક ગોળી એવી,
જે પોચી પોચી,
પટ વેલા ઉપર થાય.
જેને લોકો ઝટપટ ખાય. ~ દ્રાક્ષ
:~> મારી ગલીનો હું રાજા છું,
મારા માલિકને વફાદાર છું,
ઉપકાર એમના પૂરા કરવા,
આખી રાત હું જાગું છું. ~ કૂતરો
:~> ઉંદર મારો છે શિકાર,
વાઘ તણી છું માસી,
કૂતરો મારો છે દુશ્મન
જોઇ જાઉ તેને, તો જાઉં નાસી. ~ બિલાડી
:~> મારા પેટમાં એવી લાળ,
નીકળે એમાંથી લાંબા તાર,
લાળ કેરા તાંતણીયે,
બનાવું એવી જાળ,
મચ્છર, માખી ને ફૂંદી જાય એમાં ફસાઇ. ~ કરોળિયો
:~> ઘરની દીવાલોમાં રહું છુ,
જ્યાં જ્યાં દેખાય લાઇટ,
ત્યાં ત્યાં દોડી જાઉં છું,
લાઇટ કેરા અજવાળે આવતાં,
જીવડાંઓ હું ખાઉં છું. ~ ગરોળી
:~> લાંબી હોય ને ગોળ પણ હોય,
કાળું અને લીલું પણ હોય,
ભડકામાં ભરીને ખવાય,
બોલો એને શું કહેવાય ? ~ રીંગણ
:~> લીલાં રંગે જન્મ લીધો,
લાલ થયું ને વૃધ્ધ કીધો,
મોંમાં મૂકતાં પાણી બકતો,
છતાં મારા વગર રહી ન શકતો. ~ મરચું
:~> ડોક વાંકી ને રાતી ચાંચ,
એક પગે ઊભો ધરે ધ્યાન,
રંગ ભલેને હોય ધોળો,
કરતો એ કાળાં કામ. ~ બગલો
:~> કાળો છે પણ ચોટલો નહી,
લાંબો છે પણ લાકડી નહી,
વગર પગે દોડી જાય,
જોઇ માણસ ડરી જાય. ~ સાપ
:~> ઝીણી ઝીણી જંતુ એ,
દરમાં રેતી સાથે રહેતી ભાઇ,
દાણા નાના લઇને એ,
બાળ બચ્ચાં સાથે ખાતી ભાઇ. ~ કીડી
:~> કઠણ ને પથરાળો છે,
ગોળ ગોળ પીઠવાળો ભાઇ,
શરીર આખુંયે સંકોચે છે,
પાણીમાં રહેનારો ભાઇ. ~ કાચબો
:~> મૂંછો જેની વાંકી છે,
પૂંછડી વાંકી વાળો ભાઇ,
ડંખે એ તો ઝેરીલો છે,
દબાઇ જાય તો ડંખ મારતો ભાઇ. ~ વીંછીં
:~> કાળોતરો ને વળી લાંબો છે,
શત્રુ દેખી ફૂંફાડો મારતો ભાઇ,
દૂધ એ પીનારો છે,
ઊંચી ફેણવાળો ભાઇ ~ નાગ
:~> પાણી એનું ઘર ગણાય,
તાવનું જે મૂળ છે ભાઇ,
નાના મોંથી ડંખ મારે,
લોહી એ તો ચૂસતું ભાઇ. ~ મચ્છર
:~> ચોરની જે દાસી,
જ્યાં નાખે ત્યાં ચોટતી ભાઇ,
છે જંગલની રહેવાસી,
લાંબી જીભવાળી ભાઇ. ~ ચંદન ઘો
:~> પાણીમાં રહેનારો છું,
બહું લાંબી પૂંછવાળો ભાઇ,
કિનારે પડી રહેનારો છે,
રાક્ષસી દાંતવાળો ભાઇ. ~ મગર
:~> બહુરંગી એ તો છે,
ફરરર ઉડતું એ તો ભાઇ,
ખીલેલું ફૂલ ચૂસે છે,
કળીએ કળીએ ઘૂમતું ભાઇ. ~ પતંગિયું
:~> ગુન ગુન એ તો કરતો,
કાળોને વળી નાનો ભાઇ,
હર ફૂલો મહી ગુંજતો,
ભારે એ ડંખીલો ભાઇ. ~ ભમરો
:~> નાચણ સુંદર નાચતી
પીછાંનો પંખો બનાવતી
પંખાથી એ સુંદર લાગે
નાચ નાચતી ઝટ ભાગે.~> ચકલી
:~> ડાળ કોતરે થડ કોતરે
પતરંગો એમાં ઘર કરે
ઘરમાં પ્રવેશતો શાનથી
ખુશી થાય એની કમાલથી.~> લક્કડખોદ
:~> હું તો બેઠી આંબા ડાળ
કૂઉ કૂઉ કરું આખો દિવસ
કાળો કાળો મારો છે રંગ
સહુને સાંભળવો ગમે મારો કંઠ.~> કોયલ
:~> મરચાં મને બહું ભાવે
લોકો મને પાળવા ઘેર લાવે
સાંભળેલ શબ્દો બોલુ ઝટ
નામ છે મારુ..... . . . . .~> પોપટ
:~> તરતું હું સરરર... . .તળાવે
માછલી મને બહું જ ભાવે
ન ચૂકું હું માછલી પકડવાની તક
ન ઓળખ્યા હું છું.... . . .~> બતક
:~> કાળો કાળો છે મારો રંગ
ગંદવાડનો ગમે મને સંગ
કા. . કા. . હુંતો બોલુ ભાઇ
હું કરું પર્યાવરણની સફાઇ.~> કાગડો
:~> ઇનામ છે અમને કુદરતનું
શાંતિદૂત નામ લેવાય અમ જાતનું
પહેલાં અમે સંદેશાવાહક કહેવાતાં
શું.. . , નામે અમે ઓળખાતાં ?~> કબૂતર
:~> તા થૈ.... તા થૈ.... અમે નાચીએ
વર્ષાને આભેથી બોલાવીએ
પીંછાં સુંદર ફેલાવી કરીએ કલા
અમને તો જોતા રહે ભલભલા.~> મોર
:~> લાગે માળો મુજનો સુંદર
જાણે બનાવ્યું લટકતું દર
વખાણે સૌ મુજની કારીગરી
ન ઓળખ્યા ? હું છું . . .~> સુગરી
:~> ચાંચ ચણ રાખી
મોં માં ચણ નાખી
ચકલી રાજી થાતી
ચીં ચીં ગાણું ગાતી.~> ચકલી
Wednesday, March 5, 2014
કહેવતો, જાણવાજેવું, જોડકણાં કહેવતો
Subscribe to:
Post Comments (Atom)
-
GUJARATI SARAL 1 GUJARATI SARAL 2 GUJARATI SARAL 3 GUJARATI SARAL 4 HINDI SARAL 1 HINDI SARAL 2 HINDI SARAL 3 HINDI SARAL 4
-
FONTS - TERAFONT AKASH, LMG ARUN , SHRUTI & SHREE , HINDI GUJ SARAL MON GUJ
-
Evaluation AKENDAR GRADE 3 AKENDAR GRADE 4 AKENDAR GRADE 5 AKENDAR GRADE 6,7,8 Paripatra for Standard 6 to 8 Patra...
No comments:
Post a Comment