Sunday, July 12, 2026

શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળાનો વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિનો મુકામ, સર્જનાત્મકતાથી સફળતા સુધી – સાક્ષી દીપકભાઈ ખોરાવાની પ્રેરણાદાયી સફરગૌરવની ક્ષણ: INTACH "Tree of Life" સ્પર્ધામાં ચેપ્ટર વિજેતા

શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળાની વિદ્યાર્થીનીએ INTACH પોસ્ટર સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવ્યું

પોરબંદર: INTACH દ્વારા આયોજિત "Tree of Life" પોસ્ટર સ્પર્ધા 2025-26માં દેશના 95 શહેરોના આશરે 12,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળાની ધોરણ-7ની વિદ્યાર્થીની સાક્ષી દીપકભાઈ ખોરાવાએ પોરબંદર ચેપ્ટર કક્ષાએ તૃતીય સ્થાન (Chapter Winner – 3rd Place) પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
         સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ ભાગ્યશ્રી, હિતાક્ષી અને આસ્થાને પણ INTACH દ્વારા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. શાળા દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવી તેમના સર્જનાત્મક પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી તેમજ ભવિષ્યમાં પણ વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા પ્રેરણા આપવામાં આવી હતી. શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળાના પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીનીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

No comments:

Post a Comment