Tuesday, April 9, 2024

ધોરણ 8 નો વિદાય સન્માન સમારોહ 9/4/24

તારીખ 09/04/24 મંગળવારના શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના તમામ બાળકોને શાળા પરિવાર તરફથી શુભેચ્છા ભેટમાં એક પેન અને સર્ટિફિકેટ ફાઈલ આપવામાં આવી હતી. તથા શાળાને એક દિવાલ ઘડિયાળ ચૌહાણ પરિવાર તરફથી આપવામાં આવી હતી. સી.આર.સી તેમજ શાળાના આચાર્ય અને તમામ શિક્ષકોએ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. છેલ્લે તમામ બાળકોને ભોજનમાં મિક્સ ભજીયા, ચટણી, છાસ અને સ્વીટ આપવામાં આવ્યું હતું.

No comments:

Post a Comment