Wednesday, January 31, 2024

શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળા પરિવાર દ્વારા દાતાશ્રીઓ નો હૃદય પૂર્વક આભાર

          નાનજી કાલિદાસ કન્યાશાળામાં દાતાશ્રીઓ તરફથી મળેલ રકમમાંથી શાળાના તમામ બાળકોને આઈ કાર્ડ બનાવી આપવામાં આવ્યા. કાર્ડમાં બાળકની તમામ વિગત સાથે માતાનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે, આ કાર્ડ શાળાની તમામ માતાઓને સમર્પિત કરવામાં આવે છે. દાતાશ્રી નો આભાર વ્યક્ત કરતા એસ.એમ.સી અધ્યક્ષે જણાવ્યું હતું કે આ અમારા માટે ગર્વની વાત કહેવાય કે માતાનું નામ કાર્ડમાં આપ્યું.
       દાતાશ્રીઓ અશોકભાઈ ચુડાસમા (U.K), જયભારતીબેન ચુડાસમા (U.K), ભદ્રાબેન નાગર (U.K)તથા લક્ષીકાબેન પરમાર (U.K). તમામ દાતાશ્રીઓનો આચાર્યશ્રી, શાળા પરિવાર , એસ.એમ.સી. સભ્યો તથા બાળકો દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો છે.

No comments:

Post a Comment