તા. 21/10/2023 ના શનિવારના રોજ શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળામાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધોરણ બાલવાટિકા થી 8, શાળા પરિવાર, એસ.એમ.સી સભ્યો તથા વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
નવરાત્રી મહોત્સવમાં ધોરણ બાલવાટિકા થી 8 માટે ગરબા ડેકોરેશન, આરતી થાળી ડેકોરેશન, ડાંડિયા ડેકોરેશન, બેસ્ટ પ્લેયર તથા બેસ્ટ ડ્રેસિંગ કોમ્પિટીશન નું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીની ભક્તિભાવ સાથે આરતી કર્યા બાદ શાળાના ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. રાસની રમઝટ બાદ તમામ વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ તથા શાળાના તમામ બાળકોને શાળા પરિવારથી ભરપેટ નાસ્તો કરાવવામાં આવ્યો.
No comments:
Post a Comment