શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળામાં વાલી
મિટિંગ યોજાઈ
તા. 28/06/2023 ના રોજ શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળામાં
વાલી મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં
ધોરણ 1 થી 8 તથા બાલવાટિકાના વિદ્યાર્થીઓના વાલીઓ બહોળી સંખ્યામાં
હાજર રહ્યા હતા. વાલી મિટિંગમાં ધોરણ 1 તથા બાલવાટિકામાં નવા પ્રવેશ લેનાર તમામ બાળકોને અશોકભાઈ
ભાદ્રેચા (ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ) અને દક્ષાબેન ભાદ્રેચા
(કાઉન્સિલર), સાહેલી
ગૃપ તથા શાળા પરિવાર તરફથી એજ્યુકેશનલ કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
ઉપરાંત અશોકભાઈ તરફથી દરેક વિધાર્થીઓને કેક આપવામાં આવી. વાલી મિટિંગ દરમ્યાન શાળા
સ્વચ્છતા, શાળામાં
નિયમિતતા, શાળા
સલામતી, યુનિફોર્મ, આધાર અપડેશન, નવા નામાંકન, શાળામાં શિષ્યવૃતિ ને લગતી પરીક્ષાઓ એન.એમ.એમ.એસ., પી.એસ.ઈ, સી.ઈ.ટી, જ્ઞાન સાધના તથા નવોદય વગેરે મુદ્દાઓની ચર્ચા આ વાલી મિટિંગમાં કરવામાં આવી હતી. શાળામાંથી બે વિદ્યાર્થીનીઓ સી.ઈ.ટી શિષ્યવૃતિની પરીક્ષામાં મેરીટમાં
સ્થાન પામતા તેમને શાળા પરિવાર તથા નવા એસ.એમ.સી. સભ્યો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં
આવી હતી.
No comments:
Post a Comment