તા. ૨૪/૦૩/૨૦૨૩ના રોજ શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળાએ સહજાનંદ સ્વામી લોકવિજ્ઞાન કેન્દ્ર-પોરબંદરના સંકલનમાં સાયન્સ સિટી અમદાવાદ ખાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ “સાયન્સ ઓફ હોલ”- ગણિતના અવનવા પ્રયોગો વિશે સમજ, “એકવાટિક ગેલેરી” અંતર્ગત વિશ્વના અલગ અલગ દેશોની જળ સૃષ્ટિ, માછલી, પેંગ્વિન અને શાર્ક ટનલની વિઝીટ બાળકોની જીજ્ઞાસાવૃત્તિ ખીલી હતી. “રોબોટીક ગેલેરી” અલગ-અલગ રોબોટ વિશે માહિતી તથા અદ્યતન યુગમાં રોબોટ ટેકનોલોજી વિજ્ઞાન અમૂલ્ય દેન છે તે બાળકોને સમજાયું. “પ્લાનેટ અર્થ” - પૃથ્વી વિશે રસપ્રદ માહિતી મેળવી હતી. “આઈ મેક્સ 3D થિયેટર” માં બાળકોને ચંદ્રયાન પર 3D ફિલ્મ બતાવવામાં આવી. જે જોઇ તમામ બાળકો ખુબ આનંદિત થયા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવ્યો. શાળા પરિવારે લોક વિજ્ઞાન કેંદ્ર પોરબંદરનો આભાર વ્યક્ત માન્યો હતો.
No comments:
Post a Comment