તા.૨૮/૦૯/૨૦૧૮ બોખીરા કુ.પે સે શાળા ખાતે જીસીઇઆરટી ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર પ્રેરિત પોરબંદર તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું.
જેમાં કાર્યક્રમ ના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પોરબંદર ના પ્રમુખ માન.શ્રી નિલેશભાઈ મોરી સાહેબ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ભીમભાઇ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ના પ્રાચાર્ય શ્રી અલ્તાફભાઈ રાઠોડ, ડાયટ લાયઝન શ્રી ડો. યુ ડી મહેતા, તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી,તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ શ્રી,તાલુકા પ્રા શિક્ષણાધિકારી સાહેબ શ્રી,જિલ્લા શિક્ષક સંઘ ના પ્રમુખશ્રી, પેસે શાળાના આચાર્યશ્રી, તેમજ તમામ માર્ગદર્શક શિક્ષકો અને 270 જેટલા બાલવૈજ્ઞાનીકો ની ઉપસ્થિતિ માં યોજાયેલ હતો.તમામ વિદ્યાર્થીઓ ની મહેનત તેમજ તેમનો ઉત્સાહ ખૂબ જ જોવા મળ્યો હતો.
નિર્ણાયક તરીકે માધ્યમિક શાળા ના શિક્ષકો તેમજ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
આજના આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમગ્ર સંચાલન અને વ્યવસ્થાપન માં તમામ સીઆરસી તેમજ બીઆરપી તેમજ સહાયક શિક્ષકો,અને બોખીરા પે સે શાળા ની ટીમ દ્વારા ઘણી જહેમત ઉઠાવી હતી. ઉદઘોશક તરીકે નીરૂકુમાર જોશી એ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરવામાં આવેલ હતું
તમામ બાળ વૈજ્ઞાનિકો ને તેમના જિલ્લા કક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ
જિલ્લા કક્ષાએ પસંદ પામેલ કૃતિઓ ના નામ
GTPL NEWS ON THIS
No comments:
Post a Comment