Monday, February 29, 2016

Budget on different countries

BUDGET

# આજે નાણાપ્રધાન વર્ષ ૨૦૧૬-૧૭નું સામાન્ય બજેટ રજૂ કરશે.

# દેશમાં પ્રથમ સામાન્ય બજેટ ૧૯૪૭માં રજૂ કરવામાં આવ્યું હતું.

# દુનિયાના દરેક દેશમાં સામાન્ય બજેટ રજૂ કરવાની અલગ અલગ પ્રથા છે.

# પાડોશી પાકિસ્તાનમાં નાણાકીય વર્ષની શરૂઆત ૧ જુલાઇથી થાય છે. નાણાં વિભાગ દ્વારા તૈયાર બજેટ પ્રસ્તાવને કેબિનેટની સ્વીકૃતિ બાદ સંસદમાં મૂકવામાં આવે છે.

# અમેરિકામાં સામાન્ય બજેટની પ્રક્રિયા ત્યાંની સંસદ-કોંગ્રેસ અને પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ શરૂ કરે છે. ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ દ્વારા તૈયાર બજેટને વિચારણા માટે કોંગ્રેસ પાસે મોકલવામાં આવે છે. કોંગ્રેસ તેમાં જરૂરી ફેરફાર કરે છે.

# બ્રિટનમાં પહેલાં કેબિનેટ સામે બજેટ રજૂ કરવામાં આવે છે. ત્યાર બાદ પાર્લામેન્ટ, હાઉસ ઓફ કોમર્સમાં તેની જાહેરાત કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૬નું સામાન્ય બજેટ ૧૬ માર્ચે રજૂ કરવામાં આવશે.

# હોંગકોંગમાં નાણાકીય વર્ષની શરૂઆત ૧ એપ્રિલથી થાય છે. તેનાં કેટલાંક સપ્તાહ પૂર્વે બજેટ નાણાકીય સચિવ રજૂ કરે છે.

# જાપાનમાં ચાર પ્રકારનાં બજેટ હોય છે. જનરલ એકાઉન્ટ બજેટ, સ્પેશિયલ એકાઉન્ટ બજેટ, સરકાર સંબંધિત સંગઠનો માટે બજેટ અને ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ લોન પ્લાન બજેટ.

# કેનેડામાં નાણાપ્રધાન બજેટને હાઉસ ઓફ કોમર્સમાં રજૂ કરે છે. અહીં બજેટને રજૂ કરવાની કોઇ નિશ્ચિત તારીખ નથી, પરંતુ ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવે છે.

# આયર્લેન્ડમાં બજેટને ઓક્ટોબરમાં રજૂ કરવામાં આવે છે.

No comments:

Post a Comment

ધોરણ 8 નો વિદાય સન્માન સમારોહ 9/4/24

તારીખ 09/04/24 મંગળવારના શ્રી નાનજી કાલિદાસ કન્યાશાળામાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના તમામ બાળકોને ...